Friday, 23 December 2011

Read and Think.............

NILKANTH VARNI
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

1) જીવ, ઇશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપ અને પરસ્પર સંબંધ અંગે
2) ભગવાનના સ્વરૂપ અંગે
3) ભગવાનનાં અવતાર ધારણ કરવા અંગે
4) કર્મ ફળના સિદ્ધાંત અંગે
5) મોક્ષઆત્યંતિકકલ્યાણઅંગે

1) જીવ, ઇશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપ અને પરસ્પર સંબંધ અંગે

જીવ: જીવ છે તે હ્રદયને વિષે રહ્યો છે, અણુ સરખો સૂક્ષ્મ, ચૈતન્યરૂપ ને જ્ઞાતા છે ને પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર દેહમાં વ્યાપીને રહ્યો છે. તે અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઈત્યાદિ લક્ષણો ધરાવે છે.

જીવ છે તે માયાના ભોગને ભોગવીને પ્રલયકાળને વિષે દુ:ખીયો થકો માયામાં પોતાનાં કર્મોના પરીપાક રૂપે બંધાયેલા કારણ શરીરે સહિત લીન થાય છે. પછી ફરી સૃષ્ટી નિર્માણની પ્રક્રિયા વખતે માયા પૃથ્વીનો ભાગ ભજવે છે, જીવ પૃથ્વીમાં રહેલાં બીજ જેવા છે અને ઇશ્વરનું સ્થાન મેઘ સમાન છે. પરમેશ્વરની ઇચ્છાથી ઇશ્વરનો માયા સાથે સંબંધ થાય છે ત્યારે જેમ મેઘના જળથી પૃથ્વીમાં રહેલા બીજ ઊગી નીકળે છે તેમ માયામાંથી અનાદિ કાળનાં જીવનો ઉદય થઇ આવે છે અને પોતપોતાનાં કારણ શરીરાનુસાર વિભિન્ન યોનીનાં દેહને ધારે છે.

સૃષ્ટી કાળ દરમિયાન જીવ નવા નવા કર્મો કરતો જાય છે અને કર્મ ફળના નિયમાનુસાર તેનાં ફળને ભોગવતો જાય છે. આ કર્મો અને ફળભૂક્તિનો અંત ત્યારે જ આવે છે જ્યારે જીવ પરમેશ્વરની શરણાગતિ સ્વીકારે છે અને પોતાના સ્વરૂપને ઓળખે છે. પરમેશ્વરની ઉપાસનાથી જ્યારે જીવ માયાનાં બંધનોથી મુકાય છે ત્યારે ભગવાનનાં ધામને પામે છે અને દિવ્યદેહે સદાને માટે પરમેશ્વરની સેવામા રહે છે જેને મોક્ષ, અથવા આત્યંતિક કલ્યાણ કહે છે. જીવ પરમેશ્વર સાથે જોડાઈ શકે અને પોતાનું આત્યંતિક શ્રેય સાધિ શકે એ માટે જ પરમેશ્વર મનુષ્ય દેહ ધારણ કરીને પૃથ્વીને વિષે આવે છે.

ઈશ્વર: ઈશ્વરનું સ્વરૂપ ઘણી રીતે જીવને મળતું આવે છે. જીવનો દેહ 24 તત્વોનો બનેલો હોય છે. ઈશ્વરનો દેહ પણ આ તત્વોથી જ બનેલો હોય છે પરંતુ ઈશ્વરનો દેહ વિરાટ છે એટલે તેનો વ્યાપ ઘણો મોટો છે. જીવના દેહમાં જે પંચભૂત છે તે અલ્પ છે અને બીજાને ધારવાને સમર્થ નથી જ્યારે ઈશ્વરનાં દેહમાં જે પંચભૂત છે તે મહાભૂત તરીકે ઓળખાય છે અને તે ભૂત સર્વ જીવના દેહોને ધારી રહ્યા છે. એટલે જીવ અલ્પજ્ઞ છે અને ઈશ્વર સર્વજ્ઞ છે.

આમ, ઈશ્વરનો વ્યાપ દરેક બાબતમાં જીવ કરતાં વિસ્તૃત છે. બાકી ઈશ્વર પણ જીવની જેમ બદ્ધ છે અને ઈશ્વરની કાર્યશક્તિ ત્યારે જ પ્રકાશે છે જ્યારે ભગવાન પુરુષરૂપે તેમાં પ્રવેશે છે. વળી, જીવની જેમ ઈશ્વરને પણ માયાનો સંબંધ હોય છે પણ પ્રલય સમયે ઈશ્વર માયાના ભોગને ભોગવીને માયાનો ત્યાગ કરે છે. જ્યારે જીવ માયાને વિષે લીન થાય છે.

માયા: માયા અથવા પ્રકૃતિ એ પુરુષોત્તમ નારાયણની શક્તિ છે અને સંપૂર્ણ પણે ભગવાન પર અવલંબે છે. માયા ત્રિગુણાત્મક છે, અંધકારરૂપ છે અને આ જીવને પોતાના દેહ અને દેહનાં સંબંધીને વિષે અહં મમત્વ કરાવનારી છે. સમગ્ર તત્વ અને જીવમાત્ર તેનું ક્ષેત્ર છે. જેમ શરીરની ક્રિયા આત્મા વડે જ અંકુશિત અને શક્ય બને છે તેમ માયા અથવા પ્રકૃતિ ઈશ્વર દ્વારા જ અંકુશિત ને શક્ય બને છે.

બ્રહ્મ: બ્રહ્મ માટે બીજા પણ શબ્દો યોજાય છે જેમકે, અક્ષરબ્રહ્મ, ચિદાકાશ, બ્રહ્મમહોલ, અક્ષરધામ, વગેરે. ભગવાને જે પાંચ અનાદિ તત્વો ગણાવ્યા છે તેમાં એક પોતાને (પરબ્રહ્મને) બાદ કરતા બ્રહ્મ સર્વોચ્ચ કક્ષાએ આવે છે. છતાં અન્ય તત્વોની જેમ અક્ષરબ્રહ્મનાં પણ પ્રેરક અને નિયંતા તો પરબ્રહ્મ પોતે જ છે.

અક્ષરબ્રહ્મ તે અનાદિ મુક્ત છે એટલે કે તે ક્યારેય માયામાં બંધાયા નથી. પણ જીવ જ્યારે માયાનાં બંધનોથી મુકાઇને મોક્ષને પામે છે ત્યારે તેને મુક્ત કહેવાય છે. આવા અનંત મુક્તો હોય છે. આમ, જીવ, ઈશ્વર અને અક્ષરબ્રહ્મ વચ્ચે જે તફાવત છે તે માયાનાં સંબંધની તારતમ્યતાએ કરીને છે.

અક્ષરબ્રહ્મનાં બે સ્વરૂપ છે: એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે, જેને ચિદાકાશ પણ કહેવાય છે. તે પુરુષોત્તમ નારાયણને રહેવાનું તેજોમય ધામ છે. બીજું સ્વરુપ સદાય પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. આમ, પરબ્રહ્મ સાથેનો તેમનો સંબંધ શાશ્વત છે. જીવ પણ પરમેશ્વરની ઉપાસનાથી અક્ષરના સાધર્મ્યપણાને પામી શકે છે. આ રીતે અક્ષરબ્રહ્મ મુમુક્ષુ આત્મા માટે મુક્ત અવસ્થાનું એક આદર્શ ઉદાહરણ પુરું પાડે છે.

પરમાત્માની બ્રહ્માંડ સંબંધી પ્રવૃત્તિમાં અક્ષરબ્રહ્મ માધ્યમ તરીકે ભાગ ભજવે છે. સૃષ્ટિનાં ઘટક પરિબળો પુરુષ અને પ્રકૃતિ પોતાની સંકોચ અને વિકાસ અવસ્થા અક્ષરબ્રહ્મમાં જ પામે છે. આમ, પરમેશ્વરનું સૃષ્ટિની ઉત્પત્તિ, પાલન અને પ્રલયનું કાર્ય આ અક્ષરબ્રહ્મનાં માધ્યમ દ્વારા થાય છે.

આવા અક્ષરધામમાં જઇને સાકાર ભગવાનનાં સાનિધ્યનો નિત્ય આનંદ મેળવવો તે મુમુક્ષુનું સર્વોચ્ચ લક્ષ્ય છે.

પરબ્રહ્મ અથવા પુરુષોત્તમ નારાયણ : પાંચ અનાદિ ભેદમાં સર્વોપરિ ને બીજા ચાર તત્વોનાં નિયંતા તે પરબ્રહ્મ અથવા ભગવાન પોતે છે. સમગ્ર સૃષ્ટિ અને જે કંઇ અસ્તિત્વ ધરાવે છે તે બધું જ ભગવાન પર આધારિત છે. પરંતુ ભગવાન પોતે સંપૂર્ણ અને સ્વતંત્ર છે. તે અનાદિ અને સર્વથી સમર્થ છે. તે સર્વના પ્રેરક, નિયંતા અને સકળ ઐશ્વર્ય સંપન્ન છે.

અન્ય અક્ષરબ્રહ્માદિક તત્વોની મહત્તા અને દીપ્તિ પણ ભગવાનને આભારી છે. આમ, પરબ્રહ્મ કે ભગવાન અદ્વિતીય અને અનન્ય છે. ભગવાન શ્રી હરિએ શ્રુતિ વાક્ય “એકમેવા દ્વિતીયં બ્રહ્મ” ટાંકીને તેનો અર્થ દર્શાવ્યો છે કે નારાયણ જેવા તો એક નારાયણ જ છે.

ભગવાન જીવપ્રાણીમાત્રમાં અંતર્યામીરૂપે રહ્યા છે અને સર્વ જીવને કર્મ ફળના આપનારા છે. વળી, જગતની ઉત્પત્તિ, પાલન અને પ્રલય સંપૂર્ણ પણે તેમના વશમાં છે. તેઓ સર્વના કારણ, સર્વના નિયંતા અને સર્વના અંતર્યામી છે.

2) ભગવાનના સ્વરૂપ અંગે:

બહુ દ્રઢતાપૂર્વક ભગવાન શ્રી સ્વામિનારાયણે પરમેશ્વરનાં સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. પરબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણ માયિક કર- ચરણાદિક રહિત અને દિવ્ય કર-ચરણાદિકે સહિત સદા સાકાર મનુષ્યાકૃતિએ પોતાના ધામમાં વિરાજમાન છે. એ સાકાર ભગવાનથી જ સાકાર સૃષ્ટિની રચના થાય છે.

પુરૂષોત્તમ નારાયણ પોતાની અંતર્યામી શક્તિરૂપે જીવપ્રાણીમાત્રમાં વ્યાપક છે. આમ, નિર્ગુણ સ્વરૂપે પુરૂષોત્તમ નારાયણ સર્વનાં આત્મારૂપે રહ્યા છે અને સગુણપણે આ સૃષ્ટિ આદિ કાર્યના કર્તાહર્તા છે. આમ, ભગવાનનુ સ્વરૂપ સગુણ પણ છે અને નિર્ગુણ પણ છે. આ બંને રૂપને ધરનાર ભગવાનના મૂળ રૂપ અંગેની સ્પષ્ટતા કરતા એકવાર સ્વયં તેઓ કહે છે કે “પ્રગટ પ્રમાણ મનુષ્યાકારે દેખાય છે એ જ ભગવાનનું મૂળ સ્વરૂપ છે અને નિર્ગુણપણું ને સગુણપણું એ તો એ મૂર્તિનું કોઇક અલૌકિક ઐશ્વર્ય છે.”

આ રીતે ભગવાન શ્રી હરિએ ભગવાનના મનુષ્યાકૃતિ રૂપે રહેલા સાકાર સ્વરૂપનુ અત્યંત દ્રઢતા પૂર્વક પ્રતિપાદન કર્યું છે.

3) ભગવાનનાં અવતાર ધારણ કરવા અંગે

“ભગવાનમાં અતિશય પ્રીતિવાળા ભક્તોની ભક્તિને આધીન થઇને, તેમને સુખ દેવા, જેવી ભક્તની ઇચ્છા હોય તેવું ભગવાન રૂપ ધારણ કરે છે અને ભક્તનાં મનોરથ પૂર્ણ કરે છે."

આ સંપ્રદાય પરબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણના પૃથ્વી પર અવતાર ધારણ કરવાની ઘટનાનો સ્વીકાર કરે છે. ભગવાનનો અવતાર ધારણ કરવાનો હેતુ અનંત જીવનું કલ્યાણ કરવાનો છે. પરમેશ્વરની જીવ પર આ અહૈતુકી કૃપા છે. જીવ સ્થૂળભાવે યુક્ત છે અને દેહધારી છે તેથી ભગવાન પણ સ્થૂળભાવને ધારણ કરીને દેહધારી બને છે. પોતાનું સામર્થ્ય છૂપાવીને ભક્ત સાથે પુત્ર, સખા કે મિત્રભાવે વર્તે છે. આમ, પ્રેમી ભક્તના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધરવા માટેનું મુખ્ય પ્રયોજન છે અને તે સાથે અનંત જીવનું કલ્યાણ પણ કરે છે ને ધર્મનું સ્થાપન પણ કરે છે.

અવતરણ એ ભગવાનની અપાર કરૂણાની સાબિતી છે કેમકે ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્યેયુક્ત અને દિવ્ય છે, જ્યારે જીવ મૂઢ છે અને માયિક ઈંદ્રિયોએ યુક્ત છે. માયિક સાધનોથી જીવ ભગવાનનાં દિવ્ય સ્વરૂપને જાણી શકે નહી. વળી, જીવનું કલ્યાણ ત્યારે જ થાય કે જ્યારે ભગવાનના સ્વરૂપને યથાર્થ જાણે. આ ત્યારે જ શક્ય બને જ્યારે ભગવાન પોતે જીવની માયિક પંચ ઇંદ્રિયો વડે જાણી શકાય તેવા સુલભ બને. આમ, ભગવાનના સીધા સમાગમથી અનેક જીવો મુક્તિ પામી શકે તે માટે ભગવાન પોતે અવતાર ધારણ કરીને જીવ જેવા જ થઇને રહે છે અને તેને પોતાનું સ્વરૂપ ઓળખાવીને તેનાં આત્યંતિક કલ્યાણનો માર્ગ ખોલી આપે છે.

4) કર્મ ફળના સિદ્ધાંત અંગે

ભગવાન સર્વ જીવોમાં અંતર્યામીરૂપે રહેલા છે અને સર્વ જીવોને કર્મ ફળના આપનારા છે. જીવે કરેલા કર્મોના ફળ ભોગવાવવા ભગવાન જ જીવને જાગૃત, સ્વપ્ન અને સૂષુપ્તિ અવસ્થા સર્જી આપે છે. જીવ પોતાને પ્રયત્ને ક્યારેય કર્મ અને ફળભૂક્તિના ચક્કરમાંથી મુક્ત થઇ શકે નહી. કર્મ બંધનોથી મુક્તિનો એકમાત્ર ઉપાય પરમેશ્વરની કૃપા કે પરમેશ્વરની શરણાગતિ છે.

આમ. ભગવાન શ્રી હરિએ પ્રબોધેલો કર્મનો સિદ્ધાંત નિરાશાજનક નથી. કર્મ ભોગવવાની સાથે જીવને ભગવાનની કૃપાનો બહુ મોટો સધિયારો રહે છે. જીવને –તેને ક્યા માર્ગે જવું-કલ્યાણના કે સાંસારિક બંધનોના-તે પસંદગી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. જો તે કલ્યાણને માર્ગે જવા ઈચ્છે અને પરમેશ્વરની ઉપાસના કરે તો તે ભગવાનની કૃપાનો પાત્ર બને છે અને કર્મ બંધનોથી મુકાઇને મોક્ષ પામે છે.

5) મોક્ષ-આત્યંતિક કલ્યાણ અંગે

બ્રહ્મરૂપ થઇને પરબ્રહ્મની સેવા કરવી તેને ભગવાન શ્રી હરિએ મુક્તિ-મોક્ષ કે આત્યંતિક કલ્યાણ કહ્યું છે. માયિક બંધનોથી મુકાઇને જીવ જ્યારે દેહ મુકે છે ત્યારે ભગવાનનાં સાધર્મ્યપણાને પામીને પ્રેમ સહિત નિરંતર ભગવાનની સેવામાં રહે છે. આમ, ભગવાન અને મુક્ત બંનેનું અલગ અસ્તિત્વ છેક સુધી જળવાઇ રહે છે પણ ભગવાનને વિષે અતિશય પ્રીતિને કારણે ભક્ત પોતાના અલગ અસ્તિત્વ વિષે સજાણ હોતો નથી.

આ માટેનું ઉદાહરણ આપતા ભગવાન કહે છે કે જેમ અતિશય લોભીનો ધનમાં પ્રવેશ થાય છે ને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે, તેવી રીતે જેનો જીવ ભગવાન સંગાથે અતિશય સ્નેહથી જોડાયેલો હોય તેનો ભગવાનમાં પ્રવેશ થાય છે. આ પ્રવેશ જળમાં જળ મળી જાય તેવો કે અગ્નિમાં અગ્નિ મળી જાય તેવો નથી, પરંતુ પોતાના ઈષ્ટદેવ સિવાય અન્ય કોઇ પદાર્થનું ભાન રહે જ નહી ને અન્ય કોઇ પદાર્થનુંમાં હેત ઉપજે જ નહી ને તેની જ રટના લાગી રહે તે પ્રકારનો છે. ભક્ત જેમ જેમ ભગવાનનું વધુ સામર્થ્ય પામે છે તેમ તેમ ભગવાનનો વધુ ને વધુ મહિમા જાણતો જાય છે ને તેમ તેમ તેનો ભગવાનમાં સ્નેહ વધતો જાય છે, તેથી ભગવાન સાથેનો તેનો સ્વામી-સેવકપણાનો ભાવ અતિ દ્ર્ઢ થતો જાય છે.

Tuesday, 20 December 2011

Murties of temple........

Shree Vighna vinayak Dev



Swaminarayan Bhagwan


Shree Kastbhanjan Dev

Performing Sandhya Aarti .................

જય સદ્ગુરુ સ્વામી પ્રભુ જય સદ્ગુરુ સ્વામી.
સહજાનંદ દયાળુ (x૨), બળવંત બહુનામી... જય સદ્ગુરુ સ્વામી. ૧.
jay sadguru swāmī, prabhu jay sadguru swāmī
sahajānand dayāḷū (x2), baḷavant bahunāmī... jay sadguru swāmī. 1.


ચરણસરોજ તમારા, વંદુ કરજોડી, પ્રભુ વંદુ કરજોડી.
ચરણે શીશ ધર્યાથી (x૨), દુ:ખ નાખ્યા તોડી... જય સદ્ગુરુ સ્વામી. ૨.
charaṇasaroj tamārā vandu karjoḍī, prabhu vandu karjoḍī.
charaṇe shīsh dhāryathī (x2), dukh nākhya toḍī... jay sadguru swāmī. 2.


નારાયણ નરભ્રાતા, દ્વિજકુળ તનુ ધારી, પ્રભુ દ્વિજકુળ તનુ ધારી.
પામર પતિત ઉદ્ધાર્યા (x૨), અગણિત નરનારી... જય સદ્ગુરુ સ્વામી. ૩.
nārāyaṇ narbhātā dvijkul tanu dhārī, prabhu dvijkul tanu dhārī.
pārmar patit uddhāryā (x2), agaṇit narnārī... jay sadguru swāmī. 3.


નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી.
અડસઠ તીરથ ચરણે (x૨). કોટિ ગયા કાશી... જય સદ્ગુરુ સ્વામી. ૪.
nity nity nautam līlā, kartā avināshī, prabhu kartā avināshī.
aḍsaṭh tīrth charaṇe (x2), koṭi gayā kāshī... jay sadguru swāmī. 4.


પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે.
કાળ કરમથી છૂટી (x૨), કુટુંબ સહિત તરશે... જય સદ્ગુરુ સ્વામી. ૫.
puruṣottam pragaṭnu, je darshan karshe, prabhu jay darshan karshe.
kāḷ karmthī chhūṭī (x2), kuṭumb sahit tarashe... jay sadguru swāmī. 5.


આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી, વાળે કરુણા બહુ કીધી.
મુક્તાનંદ કહે મુક્તિ (x૨), સુગમ કરી સિધી... જય સદ્ગુરુ સ્વામી. ૬.
ā avsar karuṇānidhi, karuṇā bahu kīdhī, vaḷe karuṇā bahu kīdhī.
muktānand kahe mukti (x2), sugam karī sidhī... jay sadguru swāmī. 6.


જય સદ્ગુરુ સ્વામી પ્રભુ જય સદ્ગુરુ સ્વામી.
સહજાનંદ દયાળુ (x૨), બળવંત બહુનામી... જય સદ્ગુરુ સ્વામી. ૭.
jay sadguru swāmī, prabhu jay sadguru swāmī
sahajānand dayāḷū (x2), baḷavant bahunāmī... jay sadguru swāmī. 7

Mandiram..!!!!


Sunday, 11 December 2011

Specially thanks to swamiji........

All the members of Bodki village are very thankful to Swami Dharmvihari ( Dhasa Jn. Gurukul ) and Swami Akshar prakas dasji to give a lots of support and guidence of creating such type of temple in such small village.
This village is very small that it has only approximate 1000 population . and now it become famous in whole religion .

Murti Pratishtha Mahotsav 'oct. 2011

Murti Pratishtha Mahotsav 'oct. 2011
Date: 28-10-1011 : kartik sud bij
28-10-1011 : kartik sud trij
28-10-1011 : kartik sud choth
28-10-1011 : kartik sud pancham (Labh Pancham): The Historical Day of BODKI .....Murti Pratishtha Day